ઘૂઘરા
સામગ્રી : 300 ગ્રામ મેંદો,
150 ગ્રામ રવો,
225 ગ્રામ દળેલી ખાંડ,
150 ગ્રામ ઘી,
50 ગ્રામ કોપરાનું ખમણ,
25 ગ્રામ ખસખસ,
બદામ, પીસ્તા, ઈલાયચી, દ્રાક્ષ સ્વાદ પ્રમાણે,
તળવા માટે ઘી.
રીત : સૌ પ્રથમ રવાને રતાશ પડતો શેકી લેવો. શેકાઈ જાય પછી પેણીમાંથી કાઢી નાંખવો અને ઠરવા દેવો. બરાબર રીતે ઠરી જાય પછી ચોળીને રવાને નરમ બનાવવો. પછી તેમાં બુરું ખાંડ અને બધો મસાલો નાંખી ભેળવી દેવો. મેંદામાં દૂધ નાંખીને સાધારણ કઠણ લોટ બાંધવો. પછી ઘી અને દૂધ લઈને લોટને સુંવાળો બનાવવો. અને ખૂબ કેળવવો. પછીથી પૂરી વણી તૈયાર થયેલો સાંજો તેમાં ભરવો. ઘૂઘરાની કિનારીવાળી કાંગરી પાડવી અથવા ઘૂઘરાની ડબ્બીમાં પાડવા. પેણીમાં ઘી મૂકી ઘૂઘરાને ધીમા તાપે તળી દેવા.