ચણાની દાળ-વટાણાનું શાક
સામગ્રી :
1 કપ ચણાની દાળ,
1 કપ વટાણાના દાણા,
1 કપ દહીં,
1 ડુંગળી ઝીણી સમારેલી,
4 લવિંગ, 2 મોટી એલચી,
2 તમાલપત્ર,
1 આદુનો ટુકડો,
1 ચમચી લાલ મરચું,
2 મોટી ચમચી તેલ,
સમારેલી કોથમીર,
મીઠું સ્વાદ મુજબ.
રીત :
સૌપ્રથમ ચણાની દાળને 4 કલાક પાણીમાં પલાળીને નિતારી લો.
કૂકરમાં તેલ ગરમ કરો.
આખા મસાલા, ડુંગળી અને આદુ નાખીને સાંતળો.
પછી દહીં અને મસાલા નાખીને ફરી સાંતળો.
અડધો કપ પાણી, દાળ અને વટાણા નાખીને એક સીટી વાગે ત્યાં સુધી કૂકરમાં ચડવા દો.
છેલ્લે કોથમીર ભભરાવીને પીરસો.