ચોખાની પાપડી
સામગ્રી :
1 કિલો કણકી,
125 ગ્રામ સાબુદાણા,
25 ગ્રામ લીલાં મરચાં,
ચપટી સોડા, તલ, મીઠું
જીરુંનો ભૂકો
રીત :
1 કિલો કણકી અથવા ચોખામાં 125 ગ્રામ સાબુદાણા નાંખી ઝીણો લોટ દળાવવો. જેટલી વાટકી લોટ હોય તેનાથી દોઢું પાણી લઈ, એક તપેલીમાં ઊકળવા મૂકવું. તેમાં મીઠું, ચપટી સોડા, 25 ગ્રામ લીલાં મરચાંના કટકા અને થોડા તલ નાંખવા. પાણી ઊકળે એટલે ધીમે ધીમે લોટ નાંખવો, જેથી ગાંઠા થાય નહિ. તાપ ધીમો રાખવો. બરાબર લોટ સિઝાઈ જાય એટલે ઉતારી લેવું. તેમાં જીરુંનો ભૂકો નાંખી, લૂઆ વાળી પાતળી પાપડી વણીને સૂકવવી. સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી રાખવી. જરૂર વખતે તેલમાં તળવી.