ચોળાનો સૂપ
સામગ્રી :
1 વાટકી ચોળા,
અડધી વાટકી દહીં,
પા ચમચી જીરૂં,
પા ચમચી મરીનો પાઉડર,
પા ચમચી મીઠું,
1 લીંબુ, 1 ચમચી ઘી,
3-4 પાન મીઠો લીમડો,
1 ચમચો સમારેલી કોથમીર.
રીત :
સૌપ્રથમ ચોળામાં મીઠું નાખીને ત્રણ વાટકી પાણી રેડી એટલા ઉકાળો કે તે એકદમ ગળી જાય. ઠંડા થાય એટલે તેમને ગાળી લો. આ ગાળેલા પાતળા મિશ્રણમાં ઘોળેલું દહીં અને મરી ભેળવી પાંચ મિનિટ સુધી ઉકાળો. ઘી ગરમ કરો. જીરાને મીઠા લીમડાનો પાનનો વઘાર કરી લીંબુ અને કોથમીર નાખી ચોળાના સૂપનો સ્વાદ માણો.