સુરતિ ઉધિયુ
સામગ્રીઃ
પા કિલો સુરતિ પાપડી
૧૦૦ ગ્રામ કતારગમ દાણા વગર ની પાપડી.
૧ ગાઠ સુરતિ ક્ન્દ
પા કિલો સુરતિ સક્ક્રરિયા
૧ ઝુડી કોથમીર
૧ ઝુડી મેથી
૧ લીલુ નારીયેળ
૫-૬ નાના કદ ના બટાકા
૨-૩ સુરતિ રવૈયા (વેગણ)
૨ રાજળી કેળા
૬-૭ નગ ખારેક
સ્વાદ અનુસાર વાટેલા લીલા મરચા, મીઠુ,
સાકર, લાલમરચા ની ભુકી,
ધાણાજીરુ, હળદર,હિગ,
ગરમ મસાલો.
૨-૩ ચમચી તેલ ( સભારીયા મસાલા માટે)અને
ઉધિયુ બનાવવા માટે આસરે ૧-૧/૨ વાટકી તેલ
૨-૩ ચમચી તલ
મુઠિયા માટે ની સામગ્રીઃ
૨ વાડકી ઘઉ નો લોટ
અડધી વાટકી મુઠિયા નો લોટ
સ્વાદ અનુસાર વાટેલા લીલા મરચા,
મીઠુ, સાકર,
લાલમરચા ની ભુકી,
ધાણાજીરુ, હળદર,
હિગ અને તેલ નુ મોણ.
તળવા માટે તેલ.
મુઠિયા બનાવવા ની રિતઃ
ઘઉ ના લોટ મા સમારેલી મેથી, મુઠિયા નો લોટ અને મસાલા નાખી બરાબર મિક્ષ કરવુ, થોડુ થોડુ પાણી લઈ નાના મુઠિયા વાળી તેલ મા અધકચરા તળી લેવા.
સભારિયુ બનાવવા ની રીતઃ કોથમીર ને ઝિણી સમારી લેવી, લીલુ કોપરુ ખમણી લેવુ. સમારેલી કોથમીર અને ખમણેલા કોપરાને ભેગુકરી તેમા ગરમ મસાલો, ૨-૩ ચમચી તેલ, મીઠુ, સાકર,તલ, લીલામરચા, લાલમરચા,હળદર અને ધાણાજીરુ નાખી બરાબર હલાવવુ. બધાજ શાકને બરાબર સાફ કરી બહુ નાના નહી અને બહુ મોટા નહી એવા ટુકડા કરી લેવા. પાપડિ ની નસ કાઢી લેવી..
બટાટા,વેગણ,કેળા અને સક્ક્રરીયા ના ટુકડા ને વચ્ચેથી કાપી લેવા. કાપેલા શાકની ફાટ પહોળી કરી સભારીયાનો મસાલો ભરી લેવો. ખારે ને ૬-૭ કલાક પલાળી તેના ઠળીયા કાઢી લેવા અને તેની ફાટ મા પણ સભારીયા નો મસાલો ભરી લેવો.
મોટી કડાઈ મા તેલ ગરમ કરવા મુકવુ (મુઠિયા તળેલુ તેલ પણ વાપરી શકાય) તેલ ગરમ થાય એટલે તેમા હીગ અને અજમા નો વઘાર કરવો. (અજમો સરખા પ્રમાણ મા નાખવો, કારણ પાપડિ વાયડિ હોવાને લીધે ગેસ કરે છે.) તેમા પ્રથમ પાપડિ નાખી કડાઈ ને ઢાકી દેવી. થોડિ વાર બાદ સમારેલુ કન્દ નાખવુ. શાક ને બહુ હલાવવુ બને ત્યાસુધી ઉછાળો મારવો. એક પછી એક શાક નાખવુ. છેલ્લે કેળા અને કારેક નાખવી. બધાજ શાક નખાઈ જાય તેની બાદ તળેલા મુઢીયા નાખી દેવા. અન્ત મા વધેલો સભારીયા નો મસાલો પણ નાખી દેવો. બધાજ શાક બરાબર ચઢી જાય એટલે ગેસ બધ કરી દેવો.
ઉધીયુ પુરી અને મઠા જોડે બહુજ સ્વાદીષ્ટ લાગે છે. લસણ ખાતી વ્યક્તી સભારીયા ના મસાલા મા વાટેલુ ળીલુ લસણ નાખી શકે છે.