સૂરણ વટાણાની ભાજી
સામગ્રી :
500 ગ્રામ સૂરણ,
1 કપ વટાણાના દાણા,
1 કપ છીણેલી ડુંગળી,
2 મોટાં ટામેટાં ઝીણાં સમારેલાં,
આદુનો ટુકડો,
લીલાં મરચાં ઝીણાં સમારેલાં,
1 ચમચી મીઠું,
અડધી ચમચી હળદર,
2 ચમચી ધાણા,
પા કપ સમારેલી કોથમીર,
1 કપ તેલ.
રીત :
સૌપ્રથમ સૂરણને છોલીને નાના-નાના ટુકડા કરી લો. કઢાઈમાં તેલ ગરમ કરીને તેને સોનેરી રંગે સાંતળી લો. કઢાઈમાંથી વધારાનું તેલ કાઢીને ડુંગળી, આદુ અને મરચાં નાખીને સાંતળો. તેમાં મસાલા અને ટામેટાં નાખો. ટામેટાં ચઢી જાય ત્યાં સુધી હલાવતાં રહો. ત્યારબાદ સૂરણ અને વટાણા નાખી અડધો કપ પાણી પણ રેડો. શાક બરાબર રંધાઈ જાય પછી ઉતારીને કોથમીર નાંખો.