સેલેરી (celery) જ્યુસ
સામગ્રી :
3 કપ મોસંબી (છોલીને ટુકડા કરેલી),
અડધો કપ સેલેરીની દાંડલીઓ (સમારેલી),
ચપટી મરીનો ભૂકો.
રીત : બધી જ સામગ્રીને બ્લેન્ડરમાં ફેરવી લો. પરંતુ તેમાં ચીકાશ ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. ત્યારબાદ તેને ગાળી લો. જરૂરી ઠંડુ પાણી ઉમેરીને પીરસો. મોસંબીનો ઉપયોગ એનિમિયા ઘટાડે છે, હાડકાંને મજબૂત બનાવે છે તથા રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. સેલેરીનો ઉપયોગ હિમોગ્લોબિન વધારે છે તથા નસોની તકલીફ દૂર કરે છે.