સ્વીટ ભાખર વડીઃ
સામગ્રીઃ
૨૫૦ ગ્રામ કાજુ
કેસર
ઈલાયચી
સુકા કોપરાનુ ખમણ ૧૫૦ ગ્રામ
દળૅલી સાકર
ચોકલેટ પાવડર
થોડા બદામ-પિસ્તા અને અખરોટ નિ કાતરી
પ્રમાણસર દુધ.
રીતઃ
કાજુ નો પાવડર કરી ને તેમા કેસર થોડા દુધ મા ઘોળી ને થોડી કડ કણક બાંધી લો. સુકા કોપરા ના ખમણ મા દળેલી સાકર, ચોકલેટ નો પાવડર અને સુકામેવાનો ભુખો ભેળવી દો.
કાજુ ની કણક નો મોટો રોટલો વણી દો. તેની ઉપર સુકા કોપરાનુ તૈયાર મિશ્રણ પાથરી દો અને તેને ગોળ રોલ વાળિ દો અને તેના લુવાની જેમ કાપી દો. આમ સ્વીટ ભાખરવડી તૈયાર.
તૈયાર ભાકરવડિ ને ડેકોરેટ પણ કરી શકાય છે.
કાપેલી ભાખરવડી પર બજાર મા મળતી તૈયા ચેરી વચ્ચે થી કાપી ને મુકી સકાય છે. વરખ ખાતા હોવ તો રોલની ફરતે વરખ લગાડિ પછી કાપવી.