ભાતની કટલેસ
સામગ્રી :
વધેલો ભાત
સીંગદાણા
કોથમીર, પૌંઆ,
બટાટા, લીંબુ,
હળદર, મીઠું, મરચું,
ખાંડ, તેલ, આદું.
રીત:
આ વાનગી વધેલા ભાતમાંથી બનાવી શકાય છે. સૌપ્રથમ વધેલા ભાતમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, વાટેલ આદું-મરચાં, કોથમીર, સીંગનો ભૂકો, બાફેલ બટાટાનો ભૂકો અને લીંબુનો રસ નાખી, તેને બરાબર મસળીને તેની કટલેસ બનાવો. હવે પૌંઆને શેકી, ખાંડી, ચાળી ને તેનો રવા જેવો ભૂકો બનાવી, તૈયાર કરેલી કટલેસને તેમાં રગદોળો. તવા પર તેલ મૂકી કટલેસ બદામી રંગની તળી લો. કોઈ પણ દહીંની ચટણી સાથે ખાવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. કટલેસમાં બટાટાનો ઉપયોગ થતો હોવાથી સ્ટાર્ચ, પ્રોટીન અને વિટામીન ‘સી’ મળે છે.