મેથીપાક
સામગ્રી :
200 ગ્રામ મેથી,
200 ગ્રામ ગુંદર,
350 ગ્રામ ઘી,
400 ગ્રામ ખડીસાકર,
મરી, તજ, લવિંગ, જાયફળ એલચી – દરેક પાંચ પાંચ ગ્રામ.
કેસર અને જાવત્રી 1-1 ચમચી પાઉડર.
રીત:
પ્રથમ મેથીને મિક્સરમાં પાઉડર કરી તરત જ હૂંફાળા ગરમ કરેલા ઘીમાં મિક્સ કરી 24 કલાક રાખવો. ગુંદર અને ખડીસાકર ક્રશ કરવા. બાકીની દરેક વસ્તુઓનો બારીક ભૂકો કરવો. જે મેથી પાઉડર ઘી સાથે મિક્સ કર્યો છે તેમાં ક્રશ કરેલી વસ્તુઓ સારી રીતે ભેળવવી. બીજા દિવસથી 1 ચમચી રોજ સવારે લેવાથી શિયાળામાં તંદુરસ્તી જળવાઈ રહે છે. આ મેથિયામાં ચાસણી કરવામાં આવતી નથી કે શેકવા, તળવાનું કંઈ જ કરવાનું હોતું નથી. તેનાથી દરેક વસ્તુઓનો ગુણધર્મ અને સુગંધ જળવાઈ રહે છે અને તેથી તે આખી સિઝન સુધી બગડતું નથી.