કોની પાસેથી શું શીખીશું?
ઘડિયાળ -: સમયનું પાલન કરો વસુંધરા -: સહનશીલ બનો દરિયો -: દરિયાદિલ બનો વૃક્ષ -: પરોપકારી બનો. કીડી -: ઉદ્યમી બનો – સંગઠિત થાઓ. કૂકડો -: સવારે વહેલા ઊઠો બગલો -: એકાગ્રચિત્તે કાર્ય કરો સૂર્ય -: નિયમિત બનો મધમાખી -: પુરુષાર્થી બનો, કાર્ય કરો કોયલ -: મીઠી વાણી બોલો કૂતરો -: વફાદાર બનો કાગડો -: હોશિયાર બનો ગુલાબ -: દુઃખના કાંટા વચ્ચે હસતા રહો દીપ -: પોતે બળી અન્યના પથદર્શક બનો.